Saturday 18 April 2015

Current Affair And G.K Update 18/4/2014

Current Affair 58 સામાન્ય જ્ઞાન તા. 18/4/15

1) ઉતર કોરિયાનાં વિદેશમંત્રી રિ-સુ યોંગલ 12 થી 14 એપ્રિલ 2015 સુધી ત્રણ દિવસ ભારતની મુલાકાતે આવેલ.

2 ) કેન્દ્ર સરકારે અક્ષય ઉર્જાનાં લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ગ્રીન બોન્ડસની નવી યોજના અપનાવી.

3) કેન્દ્ર સરકારનાં વસ્ત્ર મંત્રાલય દ્વારા હોમ એકસ્પો ઇન્ડિયા-2015 નો શુભારંભ 16 એપ્રિલના રોજ નોયડા ખાતે કરવામાં આવ્યો.

4) ભારતીય મુળનાં માઇક્રોસોફ્ટનાં મુખ્ય કાર્યકારી અધિકારી સત્ય નડેલાને 16 એપ્રિલ 2015 નો ચેમ્પિયન ઓફ ચેન્જ પુરસ્કાર મળ્યો.

5) કેનેડાના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પરે તા. 16 એપ્રિલ 2015 ના રોજ ભારતનાં વડાપ્રધાનને પ્રાચીન ભારતીય મૂર્તિ પૈરેટ લેડી ભેટમાં આપી.

6) યમનમાં સયુંકત રાષ્ટ્રનાં શાંતિદુત તરીકે કાર્ય કરતા જમાલ બેનોમારેએ પોતાના પદથી રાજીનામુ આપ્યુ.

7) ગત 8 એપ્રિલના રોજ સાર્ક સંગઠન અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રીઓની પાંચમી બેઠક દિલ્હીમાં આયોજીત થયેલી.

8) ગત 13 એપ્રિલ 2015 નાં રોજ વિશ્વબેંકે પ્રવાસ અને વિકાસસંબંધી ટુંકો પત્ર જાહેર કર્યો, તેમા ઉલ્લેખ કરેલ છે કે વર્ષ 2014 માં ભારત માંથી વિશ્વમાં સૌથી વધુ લોકોએ પ્રવાસ કરેલો.

9) 8 એપ્રિલ 2015 નાં રોજ સયુંક્ત રાષ્ટ્રની ચાર મહત્વપૂર્ણ સહાયક સંસ્થા માટે ભારતની પસંદગી કરવામાં આવી છે.

10) 6 એપ્રિલ 2015 નાં અહેવાલમાં જાણવા મળ્યું કે સ્ટેનફોર્ડનાં સંશોધકોએ એવી બનાવી છે કે તે માત્ર એક મિનિટમાં ચાર્જ થઇ શકશે.

11) દુનિયામાં અલ્પસંખ્યક લોકોને અધિકાર મળે તે હેતુથી,18ડિસેમ્બરના આ દિવસને અલ્પસંખ્યક દિન તરીકે ઉજવવામાં આવે છે.

12) પરમાણુ અને રેડિયો સાયન્સ ક્ષેત્રમાં "હેવેસી મેડલ" આપવામાં આવે છે.

13) Alcatel-lucent નામની કંપનીને નોકિયા કંપનીએ પોતાના હસ્તક લઇ લીધી છે.

14) ફ્રાન્સના રાજદુતના રૂપમાં મોહન કુમારની પસંદગી કરવામાં આવી છે.

15) વિશ્વબેંકે દક્ષિણ એશિયાઈ આર્થિક ફોકસ રિપોર્ટ રજુ કર્યો છે.- પરેશ ચાવડા.