Monday 16 February 2015

તમારા ડોકયુમેનટ ઓનલાઇન સેવ કરો

હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઇને ફરવાની જરૂરત નથી. તેના માટે સરકારે ડિજીટલ લોકર લોંચ કર્યું છે. જ્યાં તમે તમારું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને ઓનલાઇન સ્ટોર કરી શકો છે. આ સુવિધા મેળવવા માટે બસ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર નંબર ફીડ કરી તમે ડિજીટલ લોકર એકાઉન્ટ ખોલાવી શકો છો. આ સુવિધાની ખાસ વાત એ છે કે એક વખત લોકરમાં તમારા દસ્તાવેજ અપલોડ કર્યા બાદ તમારે ક્યાંય પણ તમારા સર્ટિફિકેટની અસલ કોપી બતાવવાની જરૂરત નહીં રહે. તેના માટે માટે તમારા ડિજીટલ લોકરની લિંક જ બસ છે. ડિજીટલ લોકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશ ટેક્નોલોજી (ડીઈઆઇટીવાઈ)એ ડિજીટલ લોકરનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે.
"કેવી રીતે મળશે ડિજીટલ લોકર ?
ડિજીટલ લોકર ખોલાવવા માટે તમારે
      
: :  → CLICK  HERE

વેબસાઇટ પર જઇને તમારો આઇડી બનાવવાનું રહેશે. આઇડી બનાવવા માટે તમારે તમારો આધાર નંબરથી લોગઇન કરવાનું રહેશે. લોગઇન કર્યા બાદ તમારી પાસે જે જાણકારી માગવામાં આવે તે જાણકારી ભરવી. ત્યાર બાદ તમારું એકાઉન્ટ બની જસે. એકાઉન્ટ ખુલી ગયા બાદ ગમે ત્યારે તમે તમારા પર્સનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો."
શું છે વિશેષતા?
ડિજિટલ લોકરની વિશેષતા એ છે કે તમે ગમે તે જગ્યાએથી ગમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. ડિજીટલ લોકર સ્કીમમાં દરેક ભારતીય શૈક્ષણિક, મેડિકલ પાસપોર્ટ અને પાન કાર્ડની વિગતને ડિજીટલ ફોર્મમાં રાખી શકે છે. વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, ડિજીટલ લોકર અધિકૃત ગ્રાહકો-એજન્સીઓને કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ પોતાના દસ્તાવેજ સુરક્ષિત રીતે અપલોડ કરવાની સુવિધા આપશે.

"આધાર કાર્ડ શા માટે જરૂરી છે ?
આધાર કાર્ડ દ્વારા ડિજીટલ લોકર ખોલાવવા માટે એ જરૂરી છે કે તમારા આધાર કાર્ડમાં તમારું ઇ-મેલ આઇડી અને મોબાઇલ નંબર અપડેટ થયેલ હોવા જોઈએ. જો એવું નહીં થયું હોય તો તમારા માટે ડિજીટલ લોકર ખોલાવવાનું સરળ નહીં હોય. જોકે તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ અપડેટ ન હોય તો ડિજીટલ લોકરની વેબસાઇટ દ્વારા તમે તેને અપડેટ કરી શકો છો. આ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ હશે. "
"શું થશે ફાયદો?
ડિજીટલ લોકરમાં દસ્તાવેજ રાખવાનો સૌથી મોટો ફાયદો એ હશે કે તમારે તમારા દસ્તાવેજ લઇને આમ તેમ ફરવું નહીં પડે. જેનાથી તે ખોવાઈ જવાનો ડર પણ નહીં રહે. તેના માટે ડિજીટલ લોકર દ્વારા દસ્તાવેજની લિંકની જ તમારી જરૂરત પૂડી કરી દેશે. જેમ કે તમારે બેંકમાં ખાતું ખોલાવવું છે, તો તેના માટે જરૂરી દસ્તાવેજ ડિજીટલ લોકરની લિંક દ્વારા બેંકને આપી શકાય છે. તેવી જ રીતે અન્ય સરકારી વિભાગોની જરૂરતો માટે પણ આ લિંકનો ઉપયોગ કરી શકાય છે.